ગણપતિ અને દિવાળીના તહેવાર દરમિયાન મહારાષ્ટ્ર સરકાર આનંદ સીધા યોજના હેઠળ રેશન કિટ આપશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વડપણ હેઠળ મળેલી પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રૂપિયા ૧૦૦માં મળનારા ‘આનંદ સીધા’ના યોજના હેઠળ રવા, ચણાદાળ, ખાંડ (પ્રત્યેક એક કિલોગ્રામ) અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવશે. મહારાષ્ટ્રના ૧૪ જિલ્લામાંના ૧.૬૬ કરોડ લાભાર્થીઓને ૧૯મી સપ્ટેમ્બરે અને ૧૨મી નવેમ્બરે આપવામાં આવશે. અમરાવતી, ઔરંગાબાદ અને નાગપુર ક્ષેત્રમાં સ્થિત ૧૪ જિલ્લાઓમાં આ રેશનકિટ (ગરીબી રેખાની ઉપરના અને ઓરેન્જ કાર્ડધારકોને) આપવામાં આવશે.
મહારાષ્ટ્ર પ્રધાનમંડળની બેઠકમાં ધ મહારાષ્ટ્ર કેસિનોઝ (ક્ધટ્રોલ અને ટૅક્સ) કાયદો ૧૯૭૬ રદ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.કેસીનો સંબંધી નિયમ અંગેનો આ કાયદાનો રાજ્યમાં અમલ કરવામાં આવ્યો ન હતો. રાજ્યમાં કેસિનોની પરવાનગી નહીં આપવા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મક્કમ છે તેવું અધિકારીઓએ કહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application