Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગૂગલને 69 લોન એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરવા મહારાષ્ટ્ર સરકારની સૂચના

  • June 07, 2022 

સાયબર અપરાધોની ચકાસણી માટે રાજ્યની મુખ્ય એજન્સી મહારાષ્ટ્ર સાયબરને 2020માં કોવિડ મહામારી ફેલાઈ ત્યારથી 1900થી વધુ ફરિયાદો મળી છે. ઓથોરિટીએ તાજેતરમાં ગૂગલની અમેરિકા સ્થિત ઓફિસને નોટિસ મોકલીને ઉધાર લેનારા પાસેથી નાણા વસૂલવા માટે અનૈતિક પ્રથાઓનો ઉપયોગ કરતી શંકાસ્પદ 69 એપ્સને દૂર કરવા જણાવ્યું હતું.



મહારાષ્ટ્ર સાયબરના સુપરીન્ટેન્ડન્ટ સંજય શિન્ત્રેએ જણાવ્યું કે, અમે હજી 1130 ફરિયાદોની ચકાસણી કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધી ચકાસવામાં આવેલી ફરિયાદો પૈકી ઓછામાં ઓછી 376 અરજીઓ લોન રિકવરી એજન્ટો સંબંધિત હતી. જેમાં તેમણે ઉધાર લેનારના ફોટા વાંધાજનક રીતે મોર્ફ કરવાની ધમકી આપી હતી.



ઉલ્લેખનીય છે કે, લોન આપનારી એપ્સ તાત્કાલિક લોન પર અતિશય વ્યાજ ચાર્જ કરે છે અને કોન્ટેક્ટ્સ તેમજ ફોટા સહિત ઉધાર લેનારની ગોપનીય માહિતી મેળવીને તેમને બ્લેકમેલ કરે છે. મહારાષ્ટ્ર સાયબરે ગૂગલને રદ કરવા માટે જે એપ્સની યાદી મોકલી છે તેમાં કેશ એડ્વાન્સ, કોશ, યેસ કેશ, હેન્ડી લોન અને મોબાઈલ કેશ સામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application