હથિયાર માટેનું લાઈસન્સ આપવાના મામલામાં સરકાર મનસ્વી રીતે નિર્ણયો લ્યે છે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે સત્તાવાળાઓ હથિયારના લાઇસન્સ આપવા અંગે સંપૂર્ણ મનસ્વી આદેશો પસાર કરે છે અને હથિયાર લાયસન્સ માટેની વિનંતીઓ પર નિર્ણય લેવા માટે કઈ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે તે જાહેર ન કરવા બદલ રાય સરકારની ટીકા કરી હતી.
હાઈકોર્ટ જૂનાગઢના પુંજાભાઈ સુત્રેજાની અરજીની સુનાવણી કરી રહી હતી, જિલ્લા મેજિસ્ટ્રેટે તેમનું બંદૂકનું લાયસન્સ રિન્યુ કરવાનો એવું કહીને ઇનકાર કર્યે હતો કે તે ૬૦ વર્ષની વય વટાવી ગયાછે અને તેના જીવને કોઈ ખતરો નથી. ઇનકારના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સુત્રેજા ઓનલાઈન બેંકિંગનો વિકલ્પ પસદં કરી શકે છે અને રોકડ વ્યવહારો ટાળી શકે છે. પુંજાભાઈ સુત્રેજા ૬૫ વર્ષના છે અને તેમની રીન્યુની વિનંતી નકારી કાઢવામાં આવી તે પહેલાં ૨૧ વર્ષ સુધી બંદૂકનું લાઇસન્સ હતું.
આ માટે, રાય સરકારે ડિસેમ્બર ૨૦૧૭ માં બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને ટાંકીને જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષમાં ૬૫,૮૯૦ જેટલા ફાયરઆર્મ લાયસન્સ આપવામાં આવ્યા હતા અને શક્રો અને લાયસન્સના દુપયોગને જાયા પછી, સત્તાવાળાઓને આ કેસોની પુનઃઆકલન કરવા માટે સંપૂર્ણ નિર્દેશો આપવામાં આવ્યા હતા. અને જા લાયસન્સ બે દાયકા સુધી રાખવામાં આવ્યું હોય,તો વ્યકિત ૬૦ વર્ષની વય વટાવી ચૂકી હોય અને ત્યાં કોઈ જાખમની ધારણા ન હોય તો તેનું રિન્યુ ન કરવું.
આ સાંભળીને જસ્ટસ બિરેન વૈષ્ણવે ટિપ્પણી કરી હતી કે , તમારી જેટલી ઉંમર વધે છે, તેટલી અસુરક્ષિતતા અનુભવો છો. ૬૫ વર્ષની ઉંમરે વ્યકિતને શા માટે હથિયારની જર નથી? મેં તમને (સરકારી વકીલ) વારંવાર કહ્યું છે કે મને બતાવો કે શું છે? તમે (રાય સરકાર) ફાયર આર્મ લાયસન્સ અંગે નિર્ણય લેવા માટે જે માર્ગદર્શિકાનું પાલન કરો છો ? તમારા દ્રારા સંપૂર્ણપણે મનસ્વી આદેશો પસાર કરવામાં આવ્યા છે. માત્ર કોપીપેસ્ટ કરો છો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500