Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી અનાજનું કૌભાંડ:હરિયાણા-ગુજરાત સરકારી અનાજને ટ્રકમાં સગેવગે કરતો ચાલક ઝડપાયો,ગોડાઉનમાં મળી સંખ્યાબંધ બોરીઓ

  • September 26, 2023 

સુરત જિલ્લામાંથી ફરીવાર ગરીબોને અપાતું સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાતું કૌભાંડ ઝડપાયું છે. ટ્રક અને ત્યારબાદ મસમોટું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે.હરિયાણા અને ગુજરાત સરકારની અનાજની બોરીઓ મળી આવતા પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી અનાજ માફિયા ચંદેશ ખતીકને વૉન્ટેડ જાહેર કર્યો છે.સરકાર દ્વારા ગરીબોને કોળિયાના રૂપે અનાજ આપવામાં આવે છે.પંરતુ,કેટલાક બેનબરિયા ગરીબના કોરિયાનો પણ સોદો કરી નાખતા હોય છે. એક વખત નહિ પરંતુ અનેક વખત સુરત જિલ્લામાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું રહેતું હોય છે.



સુરતમાં બે દિવસના સમયાંતરમાં બે જગ્યાએથી મસમોટું અનાજ સગેવગે કરવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકે માંગરોળના પીપોદરા જી.આઈ.ડી.સીમાંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો. ટ્રકમાં પાંચ નહિ દસ નહિ પરંતુ 156 ઘઉં અને ચોખા ભરેલી ગુણો મળી આવી હતી.ટ્રક ઝડપી પાડ્યા બાદ પુરવઠા વિભાગ અને પોલિસને જાણ કરવામાં આવી હતી અને ટ્રક ડ્રાયવરને ઝડપી પાડતા તેની પૂછપરછ કરવામાં આવતા આ ટ્રક ગોધરાથી અન્ય ટ્રક અનાજનો જથ્થો આવ્યો હતો અને ત્યાથી ટ્રકમાં અનાજનો જથ્થો પલ્ટી કરી અહીં લાવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ નજીકના ગોડાઉનમાંથી ખાલી કરાતો હોવાનું જણાવ્યું હતું.હકીકત આધારે સવારે માંગરોળ મામલતદાર અને કોસંબા પોલીસે ગોડાઉન તોડ્યું હતું અને ગોડાઉનનું સ્ટર તોડતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા.



ગોડાઉનમાં 100 નહિં 200 નહીં પણ 1283 કોથળા ઘઉંના મળી આવ્યા હતા. આ સાથે ચોખાના કટ્ટા પણ સ્થળ પર મળી આવ્યા હતાં તેમ જ હજારો કિલોનો ઘઉંનો જથ્થો,જે અનાજ સરકારી બોરીઓમાંથી ખાલી કરીને અન્ય પ્લાસ્ટિકના કોથળામાં ભરવામાં આવી રહ્યું હતું.



મહત્ત્વનું છે કે પૂરવઠા વિભાગ અને પોલીસ દ્વારા તાપસ હાથ ધરવામાં આવતા ગોડાઉનમાંથી ગવર્મેન્ટ ઓફ હરિયાણા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એફ.એસ.એસ.આઈ લખતે તેમ જ સરકારી સિલ લેબલવારી બોરીઓ પણ મળી આવી હતી.કોસંબા પોલીસે ઓલપાડના ટ્રક ડ્રાઇવર સાજીદ મજિદ પઠાણની ઝડપી પાડ્યો હતો તેમ જ ઓલપાડના અનાજ માફિયા ચંદેશ ખતીક તેમ જ અન્ય ત્રણ અજાણ્યા મજૂરોને વૉન્ટેડ જાહેર કરી કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે,મહત્ત્વનું છે કે અનાજ માફિયાઓ દ્વારા અવારનવાર ગરીબોને આપતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝાડપાતું રહેતું હોય છે.પરંતુ,આવા અનાજ માફિયાઓને કડકમાં કડક સજા થાય તે હવે જરૂરી બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application