Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં તમામ તાલુકા મથકે સુશાસન દિવસ ઉજવણીનો કાર્યક્રમ

  • December 25, 2020 

ભારત ના પૂર્વ વડાપ્રધન સ્વ.અટલબિહારી વાજપાઈના જ્ન્મ દિવસને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે તા.૨૫.૧૨.૨૦ના રોજ સમગ્ર રાજયમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ તમામ તાલુકા મથકોએ મંત્રી-મહાનુભાવોની ઉપસ્થિતીમાં  

 

 

 

સાત પગલા ખેડુત ક્લ્યાણ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી/મહાનુભાવોની ઉપસ્થિતીમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી/સહાયનું વિતરણ કરવામાં આવશે. આ ઉજવણીના સુચારૂ આયોજન માટે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

 

 

 

 

કલેક્ટરશ્રીએ કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓની  બેઠક અને સેનેટાઈઝ  વ્યવસ્થા સહિત તમામ પ્રકારના આયોજનમાં  વર્તમાન કોવિડ-૧૯ સંદર્ભે સરકારની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થાય તેની તકેદારી રાખવા જરૂરી સુચનો કર્યા હતા. 

 

 

આ બેઠકમાં નક્કી થયા મુજબ તાપી જિલ્લામાં વ્યારા ખાતે જિલ્લાના પ્રભારી અને રાજ્ય નર્મદા,શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન બ્લોક-૧૧ ના ઓડિટોરિયમ હોલ, સોનગઢ અગ્રવાલ સમાજની વાડીમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ઉચ્છલ બી.આર.સી.ભવનમાં ગુ.આદિજાતી નિગમના ડીરેક્ટર પરેશભાઈ વસાવા, નિઝર એ.પી.એમ.સી.માં ધારાસભ્ય હર્ષ સંઘવી અને માજી મંત્રી કાંતિભાઈ ગામીત, કુકરમુંડા તાલુકા પંચાયત કચેરીમાં સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણા,ડોલવણ ગ્રામ પંચાયત ગ્રાઉન્ડમાં સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન નરેશભાઈ પટેલ અને વાલોડમાં ટાઉન હોલ બાજીપુરા ખાતે સાંસદશ્રીમતી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતીમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application