ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય તે પહેલા જ એક દિવસ દરમિયાન એક એનજીઓના 152 જેટલા પ્રકૃતિ મિત્રોએ પરિક્રમાથીઓ પાસેથી જંગલમાં જતું 1500 કિલો પ્લાસ્ટિક એકત્ર કરીને 70,000 જેટલી કાપડની થેલીનું વિનામૂલ્ય વિતરણ કર્યું છે જુનાગઢમાં છેલ્લા નવ વર્ષથી ગિરનારની લીલી પરિક્રમા વખતે એક એનજીઓ દ્વારા જંગલમાં જતું પ્લાસ્ટિક અટકાવવા સાત દિવસ અનોખુ અભિયાન ચલાવે છે આ દિવસો દરમિયાન તેઓ આગળ સ્ટોલ નાખીને તેમના 152 જેટલા પ્રકૃતિ મિત્રો જંગલની અંદર જતા ભાવિકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ લઈને તેના બદલામાં તેમની કાપડની થેલીનું વિતરણ કરે છે.
અત્યાર સુધીમાં નવ વર્ષમાં 20 ટન જેટલું પ્લાસ્ટિક જંગલમાં જતું અટકાવ્યું છે ત્યારે એનજીઓના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર ચિરાગબેન ગોસાઈએ જણાવ્યું હતું કે ગઈકાલ સાંજથી આજ સુધીમાં પરિક્રમા શરૂ નથી ત્યાં સુધીમાં તેમના પ્રકૃતિ મિત્રો દ્વારા અહીં રાતવાસો કરેલા ભાવિકો પાસેથી અને આજે અંદર જઈ રહેલા યાત્રિકો પાસેથી કુલ 1500 કિલો જેટલી પ્લાસ્ટિકની થેલીઓ ઝભલાઓ એકત્ર કરીને તેના બદલામાં 70,000 જેટલી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application