Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકો ઘાયલ

  • February 10, 2021 

કલોલનાં સાંતેજ ગામમાં કારની ટક્કરથી એકટીવા પર સવાર બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. બંને યુવકોને પગે ફેકચર થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા મુકેશકુમાર પ્રહલાદભાઈ પટેલ પોતાનું એકટીવા નંબર જીજે/27/એન/1683 ઉપર પોતાના મિત્ર સાથે કલોલ તાલુકાનાં સાંતેજ ગામે કોઠારી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા કાર નંબર એમએચ/14/બીએક્સ/5977નાં ચાલકે મુકેશભાઈનાં એકટીવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકટીવા પર સવાર બંને યુવકોને પગે ફેકચર થયું હતું. ઈજાઓ પહોચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application