રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ગાંજાનાં છોડ મળી આવતાં અનેક સવાલો ઉભા થયાં છે. હજી આ મુદ્દો ચર્ચાઓમાં છે ત્યાં જ AMCની નર્સરીમાં ગાંજાનાં ચારથી પાંચ ફૂટ ઉંચા છોડ મળી આવ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જ આ નર્સરી આવેલી છે અને તેમાંથી ગાંજાનાં છોડ મળતાં જ તંત્રનાં બગીચા વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયાં છે. મળતી માહિતી અનુસાર, વિજય ચાર રસ્તા નજીક આવેલી AMCની સૌરભ નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા છે.
ગાંજાના જાહેરમાં વાવેતર મુદ્દે જ્યારે નર્સરીના સંચાલક મંતરાજભાઈએ મીડિયાના સવાલના જવાબમાં કહ્યું હતું કે, ગાંજાનાં છોડ એની મેળે ઉગે છે. ગુજરાત યુનિવર્સિટીથી ખૂબ જ નજીક રહેણાંક વિસ્તારમાં આવેલી નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળી રહ્યા છે. નર્સરીની સામે આવેલા ગાર્ડનમાં દરરોજ સવારે ઘણા લોકો મોર્નિંગ વોક કરવા માટે આવે છે. વડીલો સાંજે ગાર્ડનમાં બેસવા માટે આવે છે. ત્યારે આ નર્સરીમાં અનેક ગાંજાના છોડ ઉગ્યા છે. AMC અને પોલીસ સામે આ ગાંજાનાં છોડને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે.
ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં સ્થિત AMCની સૌરભ નર્સરી છે તો અત્યાર સુધી ગાંજાનાં છોડ પર કેમ તંત્રનું ધ્યાન ન પડ્યું, તંત્ર દ્વારા કેમ અત્યાર સુધી ગાંજાનાં છોડનો નાશ ન કરવામાં આવ્યો, આ ગાંજાનાં છોડને જાણી જોઇને મોટા થવા દેવામાં આવ્યા છે, નજીકના પોલીસ સ્ટેશને પણ ગાંજાના છોડ મુદ્દે કેમ કાર્યવાહી ન કરી. આવા અનેક સવાલો ચર્ચાએ ચડ્યાં છે. યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાનાં છોડ બાબતે હજી તપાસ ચાલુ કરવામાં આવી છે ત્યારે AMCનો બગીચા વિભાગ વિવાદમાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500