તા.૨૮-૦૯-૨૦૨૩ના રોજ ગણેશ ઉત્સવ નિમિત્તે વિસર્જન શોભાયાત્રા વ્યારા નગરમાંથી નીકળનાર હોય અને તેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાનાર હોય, તેમજ ટીચકીયા ખાતે મોટી સંખ્યામાં શ્રી ગણેશજીની મુર્તિઓનુ વિસર્જન કરવામાં આવનાર છે. ગણપતિ વિસર્જનના રૂટ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ વી.એન.શાહે કેટલાક માર્ગો ઉપર વાહન વ્યવહાર બંધ રાખવા માટે તેમજ બંધ કરેલા માર્ગોનું વાહન વ્યવહાર સુચવેલ વૈકલ્પિક માર્ગોથી પસાર કરવા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યું છે.
તાપી જિલ્લાની જાહેર જનતાનાં હિતાર્થે સુરક્ષિત અને સરળ ટ્રાફિક સંચાલન તેમજ જાહેર વ્યવસ્થાની જાળવણી માટે તા.૨૮/૦૯/૨૦૨૩ના રોજ સવારનાં ૧૧.૦૦ કલાકથી ૨૪.૦૦ કલાક સુધી નીચે દર્શાવેલ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી વૈકલ્પિક માર્ગ ચાલુ રાખવાનું જણાવાયું છે.
વૈકલ્પિક માર્ગ
જેમાં જનક ચાર રસ્તાથી કાનપુરા, રામજી મંદિર, soG ચોકી તરફ આવતા નાના મોટા વાહનો બંધ કરી તેના વૈકલ્પિક માર્ગ તરીકે ને.હા.નં.૫૩ થઇ જુના પેટ્રોલપંપથી સયાજી સર્કલથી પસાર થઇ શકે છે. ઉનાઇ નાકા તરફથી જુના બસ સ્ટેન્ડ તરફ આવતા નાના મોટા વાહનો બંધ કરી તેના વૈકલ્પિક માર્ગ તરીકે ને.હા.નં.૫૩ થઇ જુના પેટ્રોલપંપથી સયાજી સર્કલથી પસાર થઇ શકે છે. સયાજી સર્કલ તરફથી જુના બસ સ્ટેન્ડ તરફ આવતા વાહનો રસ્તાનો વાહન-વ્યવહાર સયાજી સર્કલથી જુના પેટ્રોલપંપથી ને.હા.નં.૫૩ ઉપર થઇ પસાર થઇ શકશે છે. વ્યારાથી ડોલારા તરફ જતા વાહનો વ્યારાથી ભેંસકાત્રી તરફ જતા મદાવ અથવા સરૈયા ચાર રસ્તાથી છીંડીયા ચાર રસ્તા થઇ મેઘપુરથી બાલપુરથી સ્ટેટ હાઇ-વે નં.૧૭૨ થી પસાર થઇ શકશે. કરંજવેલ/ડોલારાથી વ્યારા તરફ આવતા વાહનો કરંજવેલથી વ્યારા તરફ આવતા બાલપુર પાટીયાથી બાલપુર પાટીયાથી ચાર રસ્તા થઇ મેઘપુર ચાર રસ્તા-છીડીયા ચાર રસ્તાથી સરૈયા ચાર થઇ પસાર થઇ શકે છે.
આ જાહેરનામુ તા.૨૮/૦૯/૨૦૨૩ના રોજ સવારનાં ૧૦.૦૦ કલાકથી ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
આ જાહેરનામું ગણપતિ વિસર્જન માટે સક્ષમ અધિકારીની મંજુરી મેળવેલ હોય તેવા વાહનો, અધિકૃત કરેલા અધિકારી કે કર્મચારી કે પોલીસ અધિકારીને તથા આવશ્યક સેવાના વાહનો તથા ઇમરજન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓ લગતા વાહનોની અવર જવરને આ જાહેરનામુ લાગુ પડશે નહિ. આ જાહેરનામુ તા.૨૮/૦૯/૨૦૨૩ના રોજ સવારનાં ૧૦.૦૦ કલાકથી ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500