ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર લકઝરી બસમાં દારૂની હેરાફેરીના કિસ્સા વધ્યા છે. ચિલોડા પોલીસની ટીમે ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી બસને ઉભી રાખી તપાસ કરતાં અલગ-અલગ 33 પાર્સલની આડમાંથી 53 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી અને આ દારૂ હરીયાણાના શખ્સે અમદાવાદના વ્યક્તિને મોકલાવ્યો હોવાનું બહાર આવતાં બન્ને સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી બસ નંબર આરજે/30/પીએ/3321માં તપાસ કરતાં પાછળની ડીકીમાં મુકેલા 33 જેટલા પાર્સલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની 53 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે સંદર્ભે ડ્રાઈવર કંડકટરને પુછતાં હરીયાણાના ગુડગાંવમાં રહેતા હર્ષીત કોષ્ટીએ આ પાર્સલ અમદાવાદમાં રહેતાં શંકરભાઈ બંસીલાલ કોષ્ટીને પહોંચાડવા માટે મોકલ્યા હતા. પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરીને 63 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application