ગાંધીનગર જીલ્લાનાં દહેગામ શહેરમાં અમદાવાદ તરફના હાઈવે ઉપર વહેલી સવારે બે અજાણ્યા ઈસમો ત્રાટકયા હતા અને અહીં અતિથી પાન પાર્લર અને પુજા પાર્લર નામની દુકાનોને નિશાન બનાવી હતી. દુકાનમાં તાળું તોડીને તસ્કરોએ તેમાંથી રોકડ રકમ અને કિંમતી સીગારેટની ચોરી કરી હતી, તો પૂજા પાર્લરમાં પણ પાછળની તરફનો દરવાજો તોડી રૂપિયા 4500/-ની રોકડ રકમ અને હોમ થિયેટર સિસ્ટમ ઉઠાવી ગયા હતા.જયારે સવારના સમયે વેપારીઓ દુકાને આવ્યા ત્યારે ચોરી થયાનો અંદાજ આવ્યો હતો.
આ સમગ્ર ઘટના નજીકમાં જ આવેલી ઓટો કન્સ્લટન્ટની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા બે અજાણ્યા ઈસમો દેખાયા હતા. આ બનાવ અંગે વેપારીઓએ દહેગામ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application