ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર પોલીસ દ્વારા અવાર નવાર વાહન ચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી આવા મુસાફરોને પકડવામાં આવી રહયા છે. જેમની પાસેથી દારૃનો જથ્થો મળી પણ રહયો છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ આગમન હોટલ પાસે વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન હિંમતનગર તરફથી આવતાં પ્રશાંત ટ્રાવેલ્સની લકઝરી બસ આરજે/49/પીએ/0416ને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતા એક થેલામાંથી વિદેશી દારૃની 12 જેટલી બોટલ મળી આવી હતી.
જેથી પોલીસે આ થેલા સંદર્ભે તપાસ કરતાં બસના મુસાફર નરેન્દ્રસિંહ મોહનસિંહ રાવત અને નરપતસિંહ રતનસિંહ રાવત (રહે.છોટી કાડમ મુલીયા,તા.રાયપુર,રાજસ્થા) નો હોવાનું બહાર આવતાં પોલીસે તેઓને ઝડપી લીધા હતા. પોલીસે 12 બોટલ વિદેશી દારૃ સાથે 5460/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ બંને ઈસમોની પૂછપરછ હાથ ધરી પોલીસ પૂછ્યું હતું કે, દારૃ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application