Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લકઝરી બસમાં પાર્સલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે બે ઇસમો ઝડપાયા

  • February 26, 2021 

ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકીંગ દરમિયાન ચંદ્રાલા આગમન હોટલ પાસેથી લકઝરી બસની ડીકીમાં પાર્સલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના 190 ટેટ્રા પેકના સાથે રાજસ્થાનના બે ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે બે ઇસમોને ઝડપી દારૂ સાથે કુલ 24440/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

   

 

 

ગાંધીનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પગલે પ્રોહીબીશન ડ્રાઈવ ચાલી રહી છે. જીલ્લાનાં પોલીસ વડા દ્વારા દારૂ ભરેલા વાહનો પકડવા અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની અડ્ડાઓ ઉપર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારે ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકીંગમાં હતી તે સમય દરમિયાન ચંદ્રાલા આગમન હોટલ પાસેથી હિંમતનગર તરફથી આવતી જૈન ગુડીયા ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર આરજે/09/ટીબી/5495ને ઉભી રાખી તેની ડીકીમાં તપાસ કરતાં શંકાસ્પદ બે પાર્સલ મળી આવ્યા હતા. જે પાર્સલ ખોલીને જોતાં તેમાંથી વિદેશી દારૂના 190 જેટલા ટ્રેટા પેક મળી આવ્યા હતા. પોલીસે લકઝરીમાં સવાર જોધપુરના શેરસિંહ જવરીલાલ માલી (રહે. જોધપુર) તથા સોહન બક્સારામ જાટ (રહે.જોધપુર) ઓને ઝડપી પાડયા હતા.

 

 

 

આ બનાવ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી બંને ઈસમો પાસેથી મોબાઈલ અને દારૂ મળીને કુલ રૂપિયા 24440/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application