ગાંધીનગર શહેર નજીક આવેલા પોર ગામમાં રહેતી 25 વર્ષીય પરણિતા નીતાબેનના લગ્ન પાંચ વર્ષ અગાઉ છનાજી પ્રહલાદજી ઠાકોર સાથે થયા હતા. નીતાબેન તેમના પતિ છનાજી ઠાકોર અને સાસુ ભીખીબેન સાથે રહેતાં હતા. પરંતુ અવાર-નવાર પતિ દ્વારા તેમને માર મારવામાં આવતો હતો અને સાસુ પણ પતિનું ઉપરાણું લેતાં હતા. તેથી નીતાબેનએ તેમના પતિ અને સાસુ ઘરે ન હતા તે સમયે નીતાબેને કહયું હતું કે ડીંગુચા ખાતે તેમની જેઠાણીના ભાઈના લગ્ન છે હું લગ્નમાં જાઉ તેમ કહેતા પતિએ હું તારી સાથે હોઉ તે જ લગ્નમાં જવાનું છે તે સિવાય એકલા કયાંય જવાનું નથી.
પરંતુ નીતાબેન એ કહ્યું કે, મહોલ્લામાંથી અન્ય મહિલાઓ પણ જતી હોવાની વાત કરતાં પતિ છનાજી ઉશ્કેરાઈ ગયા હતા અને નીતાબેન ને મારમાર્યો હતો. સાસુ ભીખીબેન પણ હાજર હોવા છતાં મારમાંથી છોડાવ્યા નહોતા અને તેમણે પણ લગનમાં જવાની ના પાડી દીધી હતી. જેથી સાસુ અને પતિનાં ત્રાસથી કંટાળી નીતાબેને ઘરમાં પડેલું એસિડ પી લીધું હતું.
નીતાબેન એ એસિડ પી લેતા તેમના પતિ તેમને સારવાર માટે અડાલજની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તું નાટક કરે છે તેમ કહયું હતું. ત્યારે બીજા દીવસે તેમની તબીયત લથડતાં નીતાબેનના ભાઈ-ભાભી કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને જયાં તેમની ફરીયાદના આધારે અડાલજ પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500