ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં કારના કાચ તોડીને તેમાંથી કિંમતી મુદ્દામાલની ચોરી કરવામાં આવતી ઘટનાઓ શહેરમાં બની રહી છે ત્યારે કલોલ શહેરમાં જ કારનો કાચ તોડીને 10 લાખની ચોરીની ઘટના બની હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલોલના બોરીસણા રોડ ઉપર શક્તિ સૌદર્ય ફલેટ એ-303માં રહેતા રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજપૂત કલોલ જીઆાઈડીસીમાં આરવી પ્લાસ્ટિકની ફેકટરી ચલાવે છે. રાજેન્દ્રસિંહ નિત્યક્રમ મુજબ ફેકટરીએ ગયા હતા અને બપોરન સમયે તેમની કાર નંબર જીજે/18/બીએલ/7160 લઈને ઘરે જમવા માટે આવ્યા હતા.
ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે તેઓ ફરી ફેકટરી જવા માટે નીકળ્યા ત્યારે કારમાં ડ્રાઈવર સાઈડની પાછળના ભાગે આવેલો દરવાજાનો કાચ તુટેલ હાલતમાં જોવા મળતા રાજેન્દ્રસિંહ એ કારમાં તપાસ કરતાં તેમના મિત્ર પાસેથી લીધેલા 5 લાખ અને મજુરોને ચુકવવાના 5 લાખ એમ કુલ મળી 10 લાખ અને અગત્યના ડોકયુમેન્ટ ભરેલું પર્સ ગાયબ હતું.
આ ઘટના અંગે રાજેન્દ્રસિંહએ તુરંત જ કલોલ શહેર પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી રાજેન્દ્રસિંહની ફરીયાદના આધારે ચોરટા ઓની શોધખોળ હાથ ધરી હતી અને આસપાસના સીસીટીવી ફુટેજની ચકાસણી પણ પોલીસ દ્વારા કરવામાં આવતા અને ચોરટાઓ રાજેન્દ્રસિંહ નો ફેકટરીથી પીછો કર્યો હોવાની શંકા સેવાઈ રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500