ગાંધીનગર જીલ્લામાં દહેગામ એસટી ડેપોમાં ફરજ બજાવતાં કલાર્કને તસ્કરોએ ફોન કરીને કેવાયસી અપડેટ કરવાના બહાને કાર્ડની વિગતો મેળવી લઈ અલગ-અલગ ત્રણ તબક્કે સવા લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ બનાવ અંગે દહેગામ પોલીસ મથકમાં ફરીયાદ થતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
દહેગામ ડેપોમાં ફરજ બજાવતાં વિજયભાઈ ડાહયાભાઈ પટેલને એક અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો અને તેણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા માંથી બોલતો હોવાની ઓળખ આપી વિજયભાઈને કેવાયસી અપડેટ કરવાનું કહી, બેન્ક અને કાર્ડની વિગતો મેળવી લીધી હતી અને ઓટીપી નંબર પણ ફોન કરીને મેળવી લીધા બાદ વિજયભાઈના ખાતામાંથી અલગ-અલગ ત્રણ તબક્કે કુલ રૂપિયા 1.25 લાખ જેટલી રકમ ઉપડી ગઈ હતી. ત્યારબાદ વિજયભાઈને છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને આ બનાવ અંગે દહેગામ પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application