ગાંધીનગર જિલ્લામાં અડાલજ પોલીસે મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર ઝુંડાલ પાસેથી બાતમીના આધારે રાજસ્થાનની ટ્રક પકડી હતી જેમાં સિમેન્ટની આડમાં લઈ જવાતી વિદેશી દારૃની 2400 બોટલ મળી આવી હતી. ટ્રક ચાલકની ધરપકડ કરી દારૃ, ટ્રક અને સિમેન્ટ મળી કુલ 18 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબીશન ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે અડાલજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે, આરજે/09/જીસી/1683 નંબરના ટ્રકમાં સિમેન્ટ પાવડરની આડશમાં વિદેશી દારૃનો જથ્થો લઈ જવાઈ રહયો છે. જે બાતમીના આધારે પોલીસે ટ્રકને ઝડપી લીધી હતી ત્યારબાદ ચાલકનું નામ પુછતાં ચાલકે પોતાનું નામ, રાજુનાથ મોહનનાથ યોગી (રહે.રેબારીઓના મહોલ્લા, બોરાના, જિ.ભીલવાડા રાજસ્થાન) જણાવ્યું હતું.
પોલીસે ટ્રકમાં તપાસ હાથ ધરતા સિમેન્ટ પાવડરની થેલીઓની પાછળ વિદેશી દારૃની પેટીઓ મળી આવી હતી. જેમાં 2400 જેટલી બોટલ જપ્ત કરવામાં આવી હતી. આમ, પોલીસે સિમેન્ટ, ટ્રક અને દારૃ મળી કુલ રૂપિયા 18.2 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ દારૃનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500