Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકની અડફેટે આવતાં મોપેડ સવાર યુવકનું મોત

  • February 24, 2021 

ગાંધીનગર જીલ્લાનાં સરખેજ હાઈવે ઉપર અકસ્માતમાં એક યુવકનું મોત નીપજયું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચાંદલોડીયાની શાંતિનગર સોસાયટીના મકાન નં-26માં રહેતો 26  વર્ષીય યુવક  દિવ્યેશ અનીલભાઈ દવે કર્મકાંડની વિધિ કરતો હતો. દિવ્યેશ કોઈ કામ અર્થે તેનું મોપેડ  નંબર જીજે/24/એઈ/8707 લઈને ગાંધીનગર આવ્યો હતો. જયાંથી રાત્રીના સમયે તે પરત ચાંદલોડીયા જવા નીકળ્યો હતો.

 

 

 

તે સમય દરમિયાન ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર ઉવારસદ કટ પાસે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવતી એક ટ્રક નંબર જીજે/18/બીટી/8773નાં ચાલકે યુવકનાં મોપેડને અડફેટે લીધું હતું. આ  અકસ્માતમાં દિવ્યેશને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું.

 

 

 

આ અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ટ્રક સ્થળ ઉપર જ મુકીને નાસી છુટયો હતો. ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતક યુવકના ભાઈ સંદીપ દવેની ફરીયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application