ગાંધીનગર શહેરના સે-૮માં ચ-ટાઈપ વસાહતના બ્લોક નં.૭૧૫/૧માં રહેતા ૩૩ વર્ષીય પ્રહલાદ રામચંદ્ર મીણા(મૂળ.રાજસ્થાન) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની હેડ ઓફીસમાં હેડ-કલાર્ક તરીકે ફરજ બજાવતાં હતા. જયારે તેમના માતાપિતા અને ભાઈ રાજસ્થાન રહે છે અને તેમની પત્નિ સુમન પણ પ્રસુતિ માટે રાજસ્થાન ગઈ હતી. જયાં ચાર મહિના અગાઉ તેણે એક બાળકને જન્મ આપ્યો છે. પ્રહલાદભાઈ ગાંધીનગરમાં આવેલ મકાનમાં એકલા રહેતા હતા ત્યારે સવારના સમયે પ્રહલાદભાઈએ પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. મકાનનો દરવાજો થોડો ખુલ્લો હોવાથી પાડોશી ઘરમાં જોતાં પ્રહલાદભાઈને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પોલીસને જાણ કરી હતી. જેના પગલે સે-૭ પોલીસ મથકના એએસઆઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને અકસ્માત મોતનો ગુનો નોંધી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ મોકલી આપ્યો હતો.
આ બનાવ અંગે રાજસ્થાનમાં તેમના પરિવારજનોને જાણ કરતાં મોડી રાત્રે તેમના પિતા આવી પહોંચ્યા હતા. પોલીસે પ્રહલાદભાઈના પિતાને પૂછતા આપઘાત અંગે કોઈ સચોટ કારણ પોલીસને મળી આવેલ ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application