ગાંધીનગર જિલ્લાના મોટી ભોયણ ગામની સીમમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને જુગાર રમતા મહિલા સહિત 10 ઈસમોને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ રમક અને મોબાઇલ મળી કુલ 60 હજારનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે, મોટી ભોયણ ગામની સીમમાં જગાજી ઉદાજી ઠાકોર ખેતરમાં તીન પત્તિનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ ઉપર દરોડો પાડતાં મોટી ભોયણ ગામના જગાજી ઉદાજી ઠાકોર, પ્રકાશજી છનાજી ઠાકોર, ભરતજી રાયચંદજી ઠાકોર, ભરતજી રમણજી ઠાકોર, કૃણાલ નવીનજી ઠાકોર, બોડાજી આતાજી ઠાકોર, ચંદુભાઇ હરગોવનભાઇ વાઘેલા, રામાજી બળદેવજી ઠાકોર, મહેન્દ્ર અને સોનલબેન મણીલાલ ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતાં. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ 38,900/- અને મોબાઇલ મળી કુલ 60 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ જુગારીઓ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500