ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકા પોલીસે ખોરજડાભીના મકાનમાં હાઈપ્રોફાઈલ કોઈન આધારીત રમાડાતાં જુગારનાં અડ્ડા ઉપર પોલીસ દરોડો પાડીને 16 જુગારીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂપિયા 1.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ખોરજડાભી ગામનાં મનહરનગરમાં રહેતા ગીરીશસિંહ ઉર્ફે સરપંચ રામાજી ડાભી મકાનમાં પ્રથમ માળે બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડી રહયો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ રેડ કરી હતી. જેના પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ ઉપરથી 191 નંગ પ્લાસ્ટીકના કોઈન, 10 મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અને તમામ વિરુદ્ધ કોરોના કાળમાં ભેગા થઈને જુગાર રમવા બદલ અને જાહેરનામાં ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલા 16 ઈસમો
1.ગીરીશસિંહ ઉર્ફે સરપંચ રામાજી ડાભી,
2.ભાવેશસિંહ ઈશ્વરસિંહ ડાભી,
3.નાસીરખાન અલુખાન પઠાણ,
4.દશરથજી બલાજી ઠાકોર,
5.ભુપેન્દ્રસિંહ ભીખાજી ડાભી,
6.રાજુજી કિશોરજી વાઘેલા,
7.રણજીતસિંહ ભુપતસિંહ ડાભી,
8.શૈલેષ જીવાભાઈ રાવળ,
9.કરશનજી કચરાજી ઠાકોર,
10.કડી ડાંગરવાના ભરતકુમાર રામપ્રસાદ માળી,
11.અજય શંભુજી દંતાણી,
12.રાજેન્દ્ર રામસ્વરૃપ માળી,
13.કલોલ નારદીપુરના ભરતજી ચંદુજી ઠાકોર,
14.રામાભાઈ કેશાભાઈ રાવળ,
15.ચિરાગ પ્રહલાદજી ચાવડા અને
16.વનરાજસિંહ વિક્રમસિંહ ચાવડા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500