ગાંધીનગરનાં સેક્ટર-29માં રહેતી પરણિતાએ પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે પ્રેમ લગ્ન કરીને આવેલી પરણિતાને એક વર્ષ સુધી સંસાર ચાલ્યો હતો અને પછી સાસુ અને સસરાએ મ્હેણા ટોણાં મારવામા આવતા હતા. દહેજ લાવવા માટે દબાણ કરવામા આવતુ હતુ. જેને લઇને સેક્ટર 21 પોલીસ મથકમા શારીરિક માનસિક ત્રાસ સહિતની ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુંદનબેન મનિષકુમાર સોલંકી (રહે.કલોલ, માર્કેટયાર્ડ પાછળ) હાલમા તેની માતા સાથે રહે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, જ્યારે તેના મહેસાણાના ખડદા ગામમા રહેતા હાલ સેક્ટર-29માં રહેતા મનિષકુમાર સોલંકી સાથે વર્ષ 2014 પ્રેમ લગ્ન કર્યા હતા. સારા નરસા પ્રસંગ દરમિયાન વતનમા આવતા જતા હતા. જોકે લગ્ન જીવન દરમિયાન બે બાળકોનો જન્મ થયો હતો. એક વર્ષ સુધી સંસાર સારો ચાલ્યો હતો. પછી પ્રેમ લગ્ન કર્યા હોવાથી સાસુ સસરાને પસંદ ન હતુ.
જેથી વારંવાર પિયરમાંથી કાઇ લાવી નથી, અમારે મકાન લેવાનુ હોવાથી તુ તારા પિયરમાંથી રૂપિયા લઇ આવ. જેવા મ્હેણા ટોણા મારવામા આવતા હતા. પતિ પણ કહેતો કે, તારી સાથે ક્યાં લગ્ન થઇ ગયેલા છે? તું તો ગરીબ છે કહીને મનફાવે તેમ બોલતા હતા. જેવા મ્હેણા ટોણા મારવામા આવતા હતા. આ તમામ બાબતોથી કંટાળીને પતિ, સાસુ અને સસરા સામે દહેજ બાબતની ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500