કલોલમાં રહેતી પરણિત મહિલાને ત્રાસ આપવા બદલ સાસુ, સસરા, નણંદ, ભાણી, જેઠ, જેઠાણી અને ભત્રીજા સામે માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવમાં આવી હતી. ઇન્ડીગોમા એર હોસ્ટેસ તરીકે નોકરી કરતી પરણિતાને મારઝુડ કરી દહેજમા મકાન અને નોકરીનો પગારની માગણી કરીને ત્રાસ આપવામા આવતા પતિને બાદ કરતા સબંધીઓ મહિલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
કલોલમા રહેતી પ્રિયાંશી કુશલ અરોરા (રહે.વોટરવેલી, કલોલ) નાએ ફરિયાદ નોંધાવી હતી કે, માતા પતિ સહિતનાં સાસરીયા સાથે રહેતી અને ઇન્ડિગો ફ્લાઇટમા અમદાવાદ ખાતે એર હોસ્ટેસ તરીકે નોકરી કરતા હતા. જોકે તેમણે સમાજનાં રિત રિવાજ મુજબ અમારા લગ્ન થયા હતા. ત્યારથી સાસરિમા સંયુક્ત કુટુંબમા રહું છું. જ્યારે મારા નણંદના લગ્ન થયા હોવા છતા સાસરિમાં જતા ન હતા. ત્યારે સાસુ શૈલીબેન, સસરા સંતકુમાર, નણંદ કરીશ્મા અને તેની ભાણી ધ્વની નાની નાની બાબતોમા હેરાન પરેશાન કરતા હતા અને ગાળો બોલતા હતા.
જ્યારે મારા જેઠ ક્ષિતિજ, જેઠાણી શાંતિ અને ભત્રીજો આર્યન (રહે.બાલગોવિંદ, મુંબઇ) વાર તહેવારે અવારનવાર આવીને મિલ્કત બાબતે મારી સાથે બોલાચાલી કરતા મને લાફો મારી દીધો હતો. મારા સાસુ સસરા અને અમે જે મકાનમા રહેતા હતા, તે મકાન મારા પતિ કુશલે રાખ્યુ હતુ. જેના ઉપર મારા સાસુ સસરા હક્ક જમાવતા હતા અને મકાન તેમનુ હોવાનો દાવો કરાતો હતો.
મારી સાથે ઝગડો કરીને સાસુ, સસરા અને નણંદ મારી નોકરીનો પગાર તેમને આપી દેવા દબાણ કરતા હતા. દોઢ વર્ષ પહેલા મારા જેઠ, જેઠાણી દ્વારા અલગ રહેવા જવાનુ કહેવામા આવતા મે ના પાડી દીધી હતી. જેથી મને માર માર્યો આવ્યો હતો. આ બાબતની બોપલ પોલીસ મથકમા ફરિયાદ આપી હતી. બાદમા સમાધાન કરાયુ હતું. અગાઉની જેમ જ માનસિક ત્રાસ આપવામા આવતા આખરે 7 લોકો સામે મહિલા પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500