ગાંધીનગર શહેર નજીક શિહોલી મોટી ગામની સીમમાં કીયા ટ્રાન્સમોડેલ પ્રા.લિ.ની જગ્યામાંથી ચિલોડા પોલીસે 1500 લીટર બાયોડીઝલ ભરેલા ટેન્કર સાથે એક ઈસમને ઝડપી પાડી રૂપિયા 3.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા થોડા સમયથી ગેરકાયદેસર જથ્થો રાખતાં લોકોને પકડવામાં આવી રહયા છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે, હિંમતનગર તરફ જતાં રોડ ઉપર શિહોલી ગામના સર્વે નં.572માં આવેલી કીયા ટ્રાન્સમોડેલ પ્રા.લિ.ની જગ્યામાં એક મીની ટેન્કરમાં બાયોડીઝલનો જથ્થો ભરેલો છે જે બાતમીના આધારે, ગાંધીનગર મામલતદારની ટીમને પણ જાણ કરી સ્થળ ઉપર બોલાવી લેવાયા હતા અને ટેન્કર નંબર જીજે/01/એચટી/9276માં તપાસ કરતાં 1500 લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી આ જગ્યાના માલિક રામાભાઈ નાગાજણભાઈ આડેદરા (રહે.પોરબંદર) નાને ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરી બાયોડીઝલનું ટેન્કર મળી કુલ રૂપિયા 3.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application