ગાંધીનગર જિલ્લાના કલોલના મોટી ભોયણ રોડ ઉપર સાંજના સમયે પુરઝડપે જઈ રહેલી આઈશર ટ્રકે મુસાફર રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેના ચાલક સહિત બે ઘાયલ મુસાફરોને સારવાર માટે સોલા સિવીલમાં ખસેડાયા હતા. જયાં ચાલકનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે સાંતેજ પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાંતેજના માદણવાસમાં રહેતો ૩૦ વર્ષીય યુવક જતીનજી વીહાજી ઠાકોર તેની રીક્ષા નંબર જીજે/18/બીયુ/0936માં મુસાફરો સાથે મોટી ભોયણ તરફ જઈ રહયો હતો. તે દરમિયાન સીંગલ કંપની પાસે આઈશર ટ્રક નંબર જીજે/02/વીવી/2004ના ચાલકે જતીનજીની રીક્ષાને અડફેટે લીધી હતી જેના કારણે આ રીક્ષા પલટી ખાઈને રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી. જતીનજી અને અન્ય બે મુસાફરોને ઈજાઓ પહોંચતા ત્યાં હાજર લોકોએ 108 એમબ્યુલન્સને જાણ કરી હતી અને આ ઘાયલોને સારવાર માટે સોલા સીવીલમાં લઈ જવાયા હતા. જયાં ફરજ ઉપરના તબીબે જતીનજીને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના ભાઈ પોપટજી ઠાકોરની ફરીયાદના આધારે સાંતેજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application