Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં એકનું મોત, બે ઘાયલ

  • March 10, 2021 

ગાંધીનગર જીલ્લાનાં દહેગામ રસ્તા પર વાસણા રાઠોડ ગામે બે બાઈક અથડાતાં એક બાઈક સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજયું હતું. જયારે બે યુવક ઘાયલ થયા હતા. આ અકસ્માત અંગે દહેગામ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

  

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હરસોલી ગામે રહેતા વનરાજસિંહ નટવરસિંહ ચૌહાણે ફરીયાદના આધારે, તે તેનું બાઈક નંબર જીજે/18/ડીજી/8134 લઈને તેના મિત્ર અલ્પેશસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ સાથે દહેગામ કપડા લેવા નીકળ્યા હતા અને બાઈક અલ્પેશસિંહ ચલાવતો હતો. જયાંથી તેઓ પરત ફરતા હતા. તે સમય દરમિયાન વાસણા રાઠોડ ગામ નજીકથી આગળ જતાં બાઈકને  ઓવરટેક કરવા જતાં બાઈક અથડાઈ જતા તેઓ નીચે પટકાયા હતા અને જે બાઈક સાથે અકસ્માત થયો હતો તે બાઈક ચાલક તેમના જ ગામના પેટાપરા જીવાજીના મુવાડામાં રહેતા વંદનસિંહ શીવસિંહ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. જેથી અકસ્માતમાં ઈજા પામનારને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જયારે સારવાર દરમિયાન વંદનસિંહનું મોત નીપજયું હતું. જયારે બીજા યુવકો ને ઈજાઓ પહોચી હતી.

 

 

 

આ ઘટના અંગે પોલીસે બાઈક ચાલક અલ્પેશસિંહ સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application