ગાંધીનગર શહેર નજીક આવેલ વાવોલની જન્નત રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બે બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા 2.88 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિસનગર ખાતે રહેતા મહેમુદભાઈ રમજુભાઈ શેખની પુત્રી સુહાના વાવોલ ખાતેના તેમના જન્નત રેસીડેન્સીના B-104 નંબરના ફ્લેટમાં રહે છે અને તે બોરીજ ખાતે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. મહેમુદભાઈ તેમના ઘરે હતા.
તે સમયે પાડોશીએ જાણ કરી હતી કે, તમારા મકાનના દરવાજાનું તાળું તૂટેલું છે. જેના પગલે તેઓ પુત્રી સાથે ઘરે દોડી આવ્યા હતા અને તપાસ કરતા મકાનમાંથી રોકડ અને દાગીના મળી 2.48 લાખ રૂપિયા ચોરાઈ હોવાનું જણાયું હતું. આ સાથે આ વસાહતમાં સૈયદ દાઉદ જાફરીના મકાનમાં પણ બારીની ગ્રીલમાંથી તસ્કરો પ્રવેશ્યા હતા અને 4 હજારની રોકડ ચોરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના સંદર્ભે સેક્ટર-7 પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી એના તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે મથામણ શરૂ કરી છે. ચોરી કરવા આવેલા તસ્કરો વસાહતના CCTVમાં કેદ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application