Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : કોરોનાની ત્રીજી લહેર સામે લડવા ફ્રન્ટલાઈન વોરિયર્સને તાલીમ આપીને સજ્જ કરાશે

  • June 29, 2021 

સંભવિત ત્રીજી લહેર ખુબ જ ખતરનાક હોવાનું નિષ્ણાંતોએ સંકેત આપ્યા છે ત્યારે આરોગ્યની સેવાઓ જળવાઇ અને દર્દીઓને સત્વરે યોગ્ય સારવાર મળી રહે તે માટે અગાઉથી આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપીને સજ્જ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગર સિવિલના ઓડિટોરીયમમાં જિલ્લાના પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા અન્ય સરકારી દવાખાનાના તબીબો તથા નર્સ, પેરા મેડિકલ સ્ટાફ અને અન્ય સંબંધિત કર્મયોગીઓને તાલીમ આપવાની શરૃઆત કરવામાં આવી છે. જેમાં તજજ્ઞો દ્વારા તેમને ઓડિટોરીયમના હોલમાં થિયરીકલ તાલીમ અપાશે, જ્યારે હોસ્પિટલના વોર્ડમાં જઇને પ્રત્યક્ષ તાલીમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આરોગ્યની સેવાઓ ટૂંકી પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હોસ્પિટલોમાં જગ્યા ન હતા તો ઓક્સિજન સહિત દવા, ઇન્જેક્શનની અછત પણ પડી હતી જેના કારણે અસંખ્ય દર્દીઓના જીવ પણ ગયા હતા. ત્યારે આગામી મહિનાઓમાં આવનારી ત્રીજી લહેરમાં આવા લાચારીના દ્રશ્યો ન સર્જાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન કરી રહ્યું છે. જે અંતર્ગત હોસ્પિટલના ડોક્ટર તથા પેરામેડિકલ સ્ટાફને પણ ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.

 

 

 

 

સિવિલના ઓડિટોરીયમમાં નિષ્ણાંતો દ્વારા થીયરીકલ ટ્રેનીંગ અપાશે જ્યારે હોસ્પિટલના વોર્ડમાં જઇને પ્રેક્ટિકલ ટ્રેનીંગ આપવામાં આવશે. આ ટ્રેનીંગની શરૂઆત કરતા લીવ વીથ કોરોના વાયરસ તેવું કહી પ્રાધ્યાપક અને મેડિસીન વિભાગ, અમદાવાદના વડા તેમજ ખાસ ફરજ પરના અધિકારી ડો.કમલેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે,  કોરોના નામનો વાયરસ આજે આપણી વચ્ચે છે, પણ તેનો અંત નક્કી જ છે. આ વાયરસથી બચવા માટે કોરોનાની વેક્સિનેશન કાર્યક્રમ માટે લોકોમાં જાગૃતિ લાવવાની ખુબ જ જરૂરી છે. વેક્સિનેશન વધશે, તો સંભવિત ત્રીજી લહેરને સરળતાથી આપણે નાથી શકીશું. તેમજ સર્વે ઉપસ્થિત ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય કર્મયોગીઓને ઉત્સાહ સાથે કામ કરવા જણાવ્યું હતું. એસ.આઇ.એચ.એફ. ડબલ્યુ.ના નાયબ નિયામક મનિષ ફ્રેન્સીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સંભવિત કોવિડ-૧૯ ત્રીજી લહેરને લઇ સુચારૂ આયોજન માટે  ટ્રેનીંગનું આગામી જુલાઇ-૨૦૨૧ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં આયોજન કરવામાં આવશે.

 

 

 

 

જીએમઇઆરએસ ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન ડો.શોભના ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. બીજી લહેર દરમિયાન આપણી નબળાઇ બનેલી વાતો સંભવિત ત્રીજી લહેરમાં આપણા કાર્યમાં ઉર્જા આપતી બને તે માટે આ પ્રકારની ટ્રેનીંગ ખૂબ જ જરૃરી છે. ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ, ટેસ્ટીંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની સુચારૂ આયોજન કરવાની વાત પર ભાર મુક્યો હતો તેમજ સરકાર દ્વારા મોટાભાગના પીએસસી અને સીએચસી સેન્ટરો ખાતે  ઓક્સિજનની સુવિધા ઉભી કરી છે તેનો યોગ્ય અને વિવેકપુર્વક ઉપયોગ કરવો આગામી દિવસોમાં કરવો જોઇએ. આ ટ્રેનીંગના આરંભ સમારંભમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.નિયતીબેન લાખાણી, ડો.કલ્પેશ પરીખ, ડો.કલ્પેશ જશપરા, ડો.બિમલ મોદી સહિત અન્ય ડોક્ટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application