અડાલજમાં રહેતા યુવકને અજાણ્યા ચાર લોકોએ કાર રોકાવીને મારામારી કરી હતી અને ફોન ઉપર વારંવાર નાણાં માંગીને ધમકી આપવામા આવતી હતી. જેને લઇને ચાર લોકો સામે અડાલજ પોલીસ મથકમા ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, અડાલજમા રહેતાનરેશભાઇ અંબાલાલ પ્રજાપતિ (રહે.અડાલજ ગામ) પરિવાર સાથે વસવાટ કરે છે. ત્યારે યુવક પોતાની કાર લઇને ઘર તરફ જઇ રહ્યો હતો.
તે દરમિયાન એક બાઇક લઇને ચાર લોકો આવ્યા હતા અને આવીને કાર રોકીને યુવકને બહાર કાઢી તેની પાસેથી નાણાંની માગણી કરવામા આવી હતી. જેમાં મહેરાજ દેસાઇ નામના શખ્સ સાથે અન્ય ત્રણ લોકો પણ આવ્યા હતા અને કાર ઉપર નુકશાન કર્યુ હતુ અને નાણાંની માગણી કરી હતી. આ અંગે પીએસઆ સાથે વાત કરતા કહ્યુ હતુ કે, અડાલજ ગામમા રહેતા યુવક દ્વારા ફરિયાદ કરાઈ છે. ફોન કરીને નાણાં આપી દેવા ધમકી અપાઈ હતી, જેને લઇને તપાસ હાથ ધરી છે.
નાણાં માગનાર શખ્સો દ્વારા કેમ નાણાં માગવામા આવ્યા હતા અને ધમકી આપનાર શખ્સો દ્વારા નાણાં આપી દેજે, તેમ કહેવામા આવ્યુ હતુ તેમજ કઇ બાબતના નાણા માગવામા આવ્યો છે, ધમકી આપનારા શખ્સો કોણ હતા, તમામ બાબતની હાલમા તપાસ કરવામા આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500