Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આરોગ્ય વિભાગની કચેરીમાં આઉટ સોર્સીંગ કર્મચારીઓની બાયોમેટ્રીક પધ્ધતિથી હાજરી પુરવાનો નિર્ણય

  • July 30, 2021 

ગાંધીનગર જિલ્લામાં સિવિલ હોસ્પિટલની સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની વિવિધ કચેરીઓમાં કોન્ટ્રાકટ પધ્ધતીથી ફરજ બજાવતાં કર્મચારીઓની હાજરી અને પગારને લઈ સમસ્યાઓ ઉભી થતી રહી છે ત્યારે હવે ગાંધીનગર સિવિલ સહિત અન્ય આરોગ્ય વિભાગ હસ્તક આવેલી પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિતની કચેરીઓમાં આઉસ સોર્સીંગના કર્મચારીઓની બાયોમેટ્રીક પધ્ધતિથી હાજરી પુરવાનો નિર્ણય લેવાયો છે અને આગામી દીવસોમાં આ નિર્ણયની અમલવારી કરવા માટે પણ અધીકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.   

 

 

 

 

 

રાજય સરકાર દ્વારા હવે વિવીધ સરકારી કચેરીઓ અને અર્ધ સરકારી કચેરીઓમાં કાયમી કર્મચારીઓની સાથે જ કોન્ટ્રાકટ પધ્ધતિથી કર્મચારીઓ રાખવામાં આવી રહયા છે. સૌથી વધારે આરોગ્ય વિભાગમાં હાલ આઉટ સોર્સીંગથી કર્મચારીઓ કામ કરી રહયા છે અને વિવિધ એજન્સીઓના માધ્યમથી રાખવામાં આવતા કર્મચારીઓ જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતાં હોય છે. જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તક પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્રની સાથે સિવીલ હોસ્પિટલમાં પણ મોટા પ્રમાણમાં આઉટ સોર્સીંગના કર્મચારીઓ કામ કરી રહયા છે. છેલ્લા ઘણા સમયથી આઉટ સોર્સીંગના કર્મચારીઅનું શોષણ તો એજન્સી દ્વારા કર્મચારીઓની ખોટી રીતે હાજરી પુરવા સહિતના પ્રશ્ન ઉદભવ્યા હતા ત્યારે કર્મચારીઓએ આ મામલે ઉચ્ચ કક્ષા સુધી રજુઆત પણ કરી હતી જેના અનુસંધાને હવે આરોગ્ય વિભાગ હસ્તકની તમામ નાની મોટી કચેરીઓ અને સેવા કેન્દ્રમાં આઉટ સોર્સીંગના કર્મચારીઓની બાયોમેટ્રીક પધ્ધતીથી હાજરી પુરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

 

 

 

જેથી કર્મચારીઓએ પણ સમયસર કચેરીએ પહોંચવાની સાથે છુટા થતાં સમયે પણ હાજરી પુરવાની રહેશે. જેના કારણે આરોગ્યની સેવાઓ વધુ સુદ્રઢ થવાની શકયતા પણ જોવાઈ રહી છે. એટલું જ નહીં હવે એજન્સી અને કર્મચારીઓ વચ્ચેનો ખટરાગ પણ આ પધ્ધતિના કારણે બંધ થઈ જશે. આગામી દિવસમાં તમામ કચેરીઓમાં આ બાયોમેટ્રીક પધ્ધતિથી હાજરી પુરવા માટે જરૃરી સાધન સામગ્રી વસાવી લેવા માટે પણ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application