Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક સ્લીપ થઈ જતાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત

  • March 02, 2021 

ગાંધીનગર શહેર નજીક આવેલા મેદરા ગામમાં રહેતો યુવક ભરતજી જગાજી ઠાકોર સાંજના સમયે તેનું બાઈક નંબર જીએચ/01/ઈએલ/1496 લઈને નરોડા તરફથી મેદરા ગામ તરફ જઈ રહયો હતો. તે સમય દરમિયાન હાઈવે ઉપર રાધાસ્વામી આશ્રમ સામે તેનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેના કારણે યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

 

 

 

આ અકસ્માતના પગલે આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઘાયલ યુવક ભરતજીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.

 

 

 

આ બનાવ અંગે પોલીસ અને યુવકના પરિવારજનોને જાણ થતાં તેઓ સિવિલ પહોંચ્યા હતા અને મૃતકના કાકા ભુપતજી લાલાજી ઠાકોરની ફરીયાદના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application