Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાંધકામ સાઈટ ઉપર બીજા માળેથી પટકાતાં શ્રમિકનું મોત

  • February 23, 2021 

ગાંધીનગર શહેર નજીક આવેલ પેથાપુર ખાતે આદિત્ય એલીગન્સ નામની બાંધકામ સાઈટ ઉપર બીજા માળેથી પટકાતાં દાહોદના શ્રમિક મજુરનું મોત નીપજયું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દાહોદના પથવાડા રામાના 20 વર્ષીય યુવક મુકેશ શંકરભાઈ કોળી પેથાપુરની બાંધકામ સાઈટ ઉપર સેન્ટીંગનું કામ કરતો હતો. તે દરમિયાન રાત્રીના સમયે મુકેશ સાઈટના બીજા માળેથી નીચે પટકાયો હતો. જયાં સંપ માટે બનાવેલા પીલ્લરના છ સળીયા મુકેશના શરીરમાં ઘુસી ગયા હતા. ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નીપજયું હતું. સવારના સમયે સાથી મજુરોને આ ઘટના અંગે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application