Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારનો કાચ તોડીને મહિલા પ્રોફેસરના લેપટોપની ચોરી

  • March 11, 2021 

ગાંધીનગર શહેરનાં તેમજ આસપાસના વિસ્તારોમાં પાર્ક થયેલી કારના કાચ તોડીને ચોરટાઓ  માલસામાન ચોરી રહયા છે ત્યારે સે-26માં આવેલી સરકારી પોલીટેકનિક કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવતાં કુમીન્દ્રીબેન પ્રજાપતિ સાંજના સમયે તેમની કાર લઈને અડાલજ મહારાજા હોટલ પાસે આવેલી દુકાનમાં નાસ્તો લેવા માટે ગયા હતા. તે સમય દરમિયાન તેમની કારનો કાચ તોડીને ચોરટાઓ  તેમાંથી લેપટોપ અને અન્ય કિંમતી દસ્તાવેજ ભરેલી બેગ ચોરીને ભાગી ગયા હતા. આ ઘટના અંગે તેમણે તેમના ભાઈ જયકુમાર પ્રજાપતિને જાણ કરતાં તેઓએ 50 હજારના મુદ્દામાલની ચોરી  અંગે અડાલજ પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application