Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : સંત સરોવર 55.50 મીટર સુધી ભરાઇ જતાં એક દરવાજો ખોલીને 370 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું

  • July 14, 2023 

ઉરવાસમાં ભારે વરસાદનાં કારણે લાકરોડા બેરજમાંથી પાણી ભરીને નદીમાં સંત સરોવર તરફ છોડવાનો સિલસિલો છેલ્લા ત્રણ દિવસથી ચાલુ છે જેના પગલે ગતરોજ 90 ટકા ભરાઇ ગયા બાદ સંત સરોવર સંપુર્ણ એટલે કે, 55.50 મીટર સુધી ભરાઇ ગયો હતો જેના કારણે એક દરવાજો ખોલીને 370 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં પણ આવી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સાબરમતી નદી ગાંધીનગરમાં બે કાંઠે વહી રહી છે. ગંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીનું પાણી સંત સરોવરમાં જમા થઇ રહ્યું છે.



જયારે બુઘવારનાં રોજ સંત સરોવરમાં પાણીનો જથ્થો હાઇ એલર્ટ એટલે કે 90 ટકા સુઘી પહોંચી ગયો હતું પાણીની સપાડી સપાટી 55.20 મીટર એટલે કે 181.07 ફૂટ સુધી પહોચી ગઇ હતી. ત્યારે પણ સતત પાણીની આવક ચાલુ જ રહી હતી જેથી ગતરોજ સવારથી જ લાકરોડા બેરજ તરફથી પાણીની આવક ચાલુ રહી હતી જેના પગલે સંત સરોવર સંપુર્ણ ભરાઇ ગયો હતો. પહેલી વખત એવું થયું છે કે, ધરોઇ ડેમમાંથી પાણી છોડયા પહેલા ગાંધીનગરનો સંત સરોવર ડેમ સંપુર્ણ એટલે કે, 55.50 મીટરની સપાટી સુધી ભરાઇ ગયો છે.



સતત પાણીની આવક રહેવાની સાથે ડેમ સંપુર્ણ ભરાઇ જવાને કારણે સંત સરોવરનો એક દરવાજો હાલ ખોલી દેવામાં આવ્યો છે અને તેમાંથી 370 ક્યુસેક જેટલું પાણી વાસણા બેરજ તરફ એટલે કે, ધોળશ્વર તરફ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 90 ટકા સંત સરોવર ભરાઇ જવાની સાથે હાઇ એલર્ટ સ્ટેજમાં પહોંચી ગયો હતો જેના પગલે નદી કાંઠાના પાલજ, બાસણ, બોરીજ ઉપરાંત ધોળશ્વર, રાંદેસણ, રાયસણ, ભાટ, કોટેશ્વર સહિતનાં ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application