Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝાડ નીચે પીપમાં સંતાડી મુકેલ દારૂ સાથે એક ઈસમની ધરપકડ

  • August 22, 2021 

ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે રકનપુર ગામમાં દરોડો પાડીને ઝાડની નીચે પીપમાં સંતાડાયેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ દારૂ રાખનાર રકનપુરના શખ્સની પણ ધરપકડ કરીને 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.   

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લામાં પોલીસ સ્ટાફના માણસો અલગ-અલગ વિસ્તારોમાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે. તે સમયે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, રકનપુર ગામમાં લીમડીવાળા વાસમાં રહેતો ભાવેશ દશરથજી ઠાકોર ગામની સીમમાં ઓરાઈ તળાવ કિનારે આવેલી રૂમોની પાછળ ઝાડ નીચે વિદેશી દારૂ સંતાડીને તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર જઈ દરોડો પાડતાં ભાવેશ મળી આવ્યો અને તેને સાથે રાખી તપાસ કરતાં ઝાડ નીચે ખોદકામ કરતાં પીપમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 48 જેટલી બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 26,420/- હતી અને ભાવેશની પ્રોહી.એકટ હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application