ગાંધીનગર જીલ્લાનાં હાઈવે ઉપર બપોરના સમયે દહેગામ-બાયડ રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં તબીબ દંપતિનું મોત નીપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દહેગામ બાયડ રોડ ઉપર રોયલ સ્કુલથી લિહોડાની વચ્ચે મોસમપુર પાસે કાર નંબર જીજે/31/ડી/1746 બાયડ તરફ જઈ રહી હતી. તે સમય દરમિયાન સામેથી આવતી ટ્રક નંબર જીજે/02/ઝેડ/5711 સાથે અકસ્માત સર્જાતા કાર રોંગ સાઈડમાં ઘુસી જતા કારમાં આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં આખેઆખી કાર આગલમાં લપેટાઈ હતી. આ અકસ્માત જોતા આસપાસના લોકો દોડી આવ્યા બાદ ઘટનાની જાણ દહેગામ ફાયર-બ્રિગેડ અને પોલીસને કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.
પરંતુ તેમાં સવાર તબીબ દંપતી મયુર મુકુંદભાઈ શાહ અને તેમના પત્નિ ડો.પ્રેરણા આગની લપેટમાં આવી મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાધ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application