ગાંધીનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા 2 ઝોનમાં સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. આ બંને ઝોનમાં એબી અને ડીબી એન્ટરપ્રાઈઝના નામથી એક જ એજન્સી કામગીરી કરી રહી છે. જેની પાસે આંતરિક માર્ગો, મુખ્ય માર્ગોની સાથે શૌચાલયોની સફાઈની જવાબદારી પણ છે. પરંતુ આ એજન્સી દ્વારા સેકટરોમાં યોગ્ય સફાઈ નહીં થતી હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી રહી છે. ત્યારે ગાંધીનગરના નવા ડેપ્યુટી મ્યુનિ.કમિશનર પૂજા ચાવડાએ સફાઈ મુદ્દે ગંભીરતા દાખવવા માટે એજન્સીને સૂચનાઓ આપી છે, જે અંતર્ગત મોડા આવતાં સફાઈ કર્મચારીઓની હાજરી નહીં પુરવા માટે જણાવાયું છે તો એજન્સી દ્વારા સફાઈ કર્મચારીઓનું લોકેશન જાણી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી ડીઝીટલ ઘડીયાળ પણ ફરજિયાતપણે પહેરાવવા માટે તાકીદ કરવામાં આવી છે.
બીજી બાજુ આ સફાઈની એજન્સી દ્વારા ઓછા કર્મચારીઓને રાખીને સમગ્ર શહેરની સફાઈ કરવામાં આવતી હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ મામલે પણ ઓચિંતી તપાસ કરવામાં આવે તે જરૂરી છે. સફાઈ માટે કોર્પોરેશન મહીને કરોડો રૂપિયાનું આંધણ કરી રહયું છે પરંતુ એજન્સી દ્વારા બીલો મંજુર કરાવી લેવાય છે તે પ્રમાણે શહેરની સફાઈ થતી નથી. હાલ ચોમાસાની સ્થિતિમાં માર્ગો ઉપર પાણી ભરાયા બાદ ખુબજ ગંદકી જોવા મળી રહી છે ત્યારે એજન્સીએ વધુ મેનપાવર કામે લગાડીને સફાઈ કરાવવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application