Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચિલોડા સર્કલ પાસે થેલામાં વિદેશી દારૃની હેરાફેરી કરતો યુવક ઝડપાયો

  • June 23, 2021 

ગાંધીનગર જિલ્લામાં ચિલોડા પોલીસે સર્કલ પાસેથી થેલામાં દારૃની હેરાફેરી કરતાં એક યુવકને ઝડપી લીધો હતો. જેના થેલામાંથી વિદેશી દારૃની 20 બોટલ કબ્જે કરીને 17,400/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લામાં હાલ પ્રોહીબીશન ડ્રાઈવ ચાલી રહી છે અને દારૃની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દોડી રહી છે. ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સર્કલ પાસેથી એક યુવક હાથમાં બે કાપડના થેલા લઈને પસાર થઈ રહયો હતો. પોલીસને આ યુવક શંકાસ્પદ લાગતાં તેને ઉભો રાખ્યો હતો અને તેનુ નામ પુછતાં તે યોગેશ રામવિલાસ ગુપ્તા (રહે.ડી-433 કૃષ્ણનગર સોસાયટી વિભાગ-ર, ઓઢવ) નો હોવાનું જણાવ્યું હતું.

 

 

 

 

ત્યારબાદ પોલીસે યુવકનો થેલા તપાસતા અલગ-અલગ બ્રાન્ડની 20 બોટલ મળી આવી હતી અને પોલીસે દારૃ અને મોબાઈલ આમ મળી કુલ રૂપિયા 17,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ યુવક દારૃ કયાંથી લાવ્યો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરતા જાણવા મળ્યું હતું કે, રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસમાં મુસાફર બનીને તેણે દારૃની હેરાફેરી કરી હોવાનું કબુલ કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application