Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોડાઉનમાં સંતાડાયેલો રૂપિયા 43.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

  • February 25, 2021 

ગાંધીનગર જીલ્લાનાં એલસીબી-ની ટીમે વાંસજડાની હુડકો વસાહતમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરનું મોટુ ગોડાઉન ઝડપી પાડયું હતું. જેમાંથી 5596 જેટલી વિદેશી દારૂ અને બિયરની બોટલ જપ્ત કરવામાં આવી હતી જેની કીંમત રૂપિયા 43.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ગોડાઉન રાખનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં હતી. આ વિદેશી દારૂ ચૂંટણી દરમિયાન વેચવા માટે મંગાવવામાં આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.   

 

 

 

ગાંધીનગર જીલ્લામાં ચૂંટણી દરમિયાન વિદેશી દારૂનું વેચાણ અટકાવવા માટે જીલ્લાનાં પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવી છે અને આ માટે ખાસ પ્રોહીબીશન ડ્રાઈવ પણ શરૃ કરવા તાકીદ કરવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લામાં ઠેક-ઠેકાણે દારૃલક્ષી દરોડા પાડવામાં આવી રહયા છે. એલસીબી-2 પીઆઈ એચ.પી.ઝાલાએ પણ સ્ટાફના માણસર્ને એલર્ટ રહી આ દિશામાં કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ જોગીન્દરસિંહ અને કો.સુરેશજીને બાતમી મળી હતી કે, વાંસજડા ગામમાં આવેલી હુડકો વસાહતમાં બાબુજી લક્ષ્મણજી ઠાકોર દ્વારા તેના મકાનમાં અન્ય માણસો મારફતે વિદેશી દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે અને તેનું વેચાણ કરવામાં આવી રહયું છે. જે બાતમીના આધારે, પોલીસ ટીમે દરોડો પાડતાં આ મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરની 5596 બોટલ અને ટીન મળી આવ્ય હતા જેની કિંમત રૂપિયા 43.46 લાખ જેટલી હતી અને ફરાર થઈ ચૂકેલ બાબુજી લક્ષ્મણજી ઠાકોરની પોલીસ દ્વારા શોધખોળ પણ કરવામાં આવી રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application