Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્પોર્ટસ હોસ્ટેલ પાસેથી કારમાંથી વિદેશી દારૃ સાથે એક ઈસમ ઝડપાયો

  • March 31, 2021 

ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, સે-15 સ્પોર્ટસ હોસ્ટેલ પાસે સર્વિસ રોડ ઉપર ઉભી રહેલી એક કાર નંબર જીજે/01/આરડી/3857માં વિદેશી દારૃનો જથ્થો રહેલો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને આ કારમાં સવાર અજયસિંહ નટવરસિંહ વિહોલ (રહે.વ્યાસપાલડી) ને ઝડપી પાડયો હતો અને કારમાં તપાસ કરતાં વિદેશી દારૃની 48  બોટલ મળી આવી હતી.

 

 

 

 

પોલીસને દારૃ અને કાર મળી 2.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે દારૃ સંદર્ભે પુછતાં આરોપીએ કહયું હતું કે, અમદાવાદ ખાતે રહેતા તેના મિત્ર નિર્મલસિંહ વિહોલે ફોન કરીને કહયું હતું કે, પીંપળજ ગામની સીમમાં ભરત નામનો માણસ વિદેશી દારૃ ભરીને આવશે અને તેમની કારમાંથી આ કારમાં દારૃ લઈ અમદાવાદ આપી જજો. જેથી પોલીસે હાલ તો નિર્મલસિંહ વિહોલની પણ શોધખોળ આદરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application