Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષા માંથી દારૂની 480 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

  • August 20, 2021 

ગાંધીનગરમાં ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે મેદરા બ્રીજ પાસેથી એક લોડીંગ રીક્ષા ઝડપી લીધી હતી અને તેમાં તપાસ કરતાં વિદેશી દારૂની 480 બોટલ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

  

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડભોડા પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે, નર્મદા મુખ્ય કેનાલના મેદરા બ્રીજ પાસે એક વાદળી રંગની રીક્ષા નંબર જીજે/27/ડબલ્યુ/5103માં વિદેશી દારૂ ભરીને લઈ જવાઈ રહયો છે જે બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને આ રીક્ષાને ઝડપી લીધી હતી. ત્યારબાદ પોલીસે રીક્ષામાં તપાસ હાથ ધરતા રીક્ષા માંથી વિદેશી દારૂની 480 બોટલ કબ્જે કરવામાં આવી હતી અને રીક્ષા ચાલક રાજેન્દ્રસિંહ પારસસિંહ રાજપુત (રહે.અમરાઈવાડી) નાને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે રીક્ષા અને દારૂ મળી કુલ રૂપિયા 1.8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application