ગાંધીનગર શહેર નજીક આવેલા મોટા ચિલોડા ખાતે રહેતો 25 વર્ષીય યુવકએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ચિલોડાના સુરમ્ય બંગલોઝ પાસે રહેતો 25 વર્ષીય યુવક અશ્વિન પુંજાભાઈ ગરાસીયા મજુરી કામ કરતો હતો અને તેની માતા અને બહેન સાથે ચિલોડા રહેતો હતો અને છેલ્લા થોડા દિવસથી મજુરીએ પણ જતો ન હોતો. યુવકે સવારના સમયે સુરમ્ય બંગલોઝની પાછળ આવેલી ઝાડીમાં બાવળના ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
યુવકના મૃતદેહ પાસેથી યુવતિ સાથેનો તેનો ફોટો પણ મળી આવ્યો હતો. તેની માતા અને બહેન બીજે કયાંય રહેવા ગયા હોવાથી પોલીસ તેમની શોધખોળ કરી રહી છે અને યુવાનના મૃતદેહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. યુવકે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજી જાણવા મળેલ નથી. આ બનાવ અંગે ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500