ગાંધીનગર જિલ્લાનાં વાવોલમાં ગામમાં આવેલા નારણનગર સોસાયટીમાં રહેતા કીંજલબેન પ્રજાપતિ સાસુ કૈલાસબેન સાથે સે-21 શાકમાર્કેટમાં શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે ગયા હતા. શાકમાર્કેટમાં ખરીદી કર્યા પછી તેમણે હેન્ડ પર્સ થેલામાં મુકી દીધું હતું. ખરીદી બાદ થેલો ચેક કરતાં તેમાં હેન્ડ પર્સ ગાયબ હતું અને જેમાં એટીએમ કાર્ડની સાથે 800 રૂપિયા રોકડ, મોબાઈલ, સોનાનું મંગળસુત્ર, 2 સોનાની વીટી મળી 21 હજારની ચોરાઈ ગઈ હતી. જેના પગલે આસપાસના વિસ્તારમાં તેમણે તપાસ કરવા છતાં ચોરટા હાથ લાગ્યા ન હતા. જેથી આ મામલે સે-21 પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application