ગાંધીનગર જિલ્લાના કલોલના સાંતેજ પોલીસ સ્ટાફના માણસો મળેલ બાતમીના આધારે, મોટી ભોયણ ગામે ત્રણ રસ્તાથી કલોલ તરફ જવાના માર્ગ ઉપર કાશીબેન ચંદુબેન મકવાણાએ ભાડે આપેલા મકાનમાં કોઈ શખ્સે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.
જે બાતમીના આધારે પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી મકાનમાં તપાસ કરતા અને વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 612 જેટલી બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 2.41 લાખ હતી અને આ દારૂનો જથ્થો સંતાડનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. જયારે કયા વ્યક્તિને આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું તે જાણવા માટે હાલ તો પોલીસ ટીમની તપાસ ચાલુ છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં અહીં દારૂ કયાંથી આવ્યો જેને લઈ આસપાસના લીસ્ટેડ બુટલેગરોની પણ તપાસ કરવામાં આવી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application