સમગ્ર રાજ્યમાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા ચુંટણીલક્ષી કામગીરી પણ પુર-જોશમાં કરાઇ રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં યોજાનાર પંચાયતની ચુંટણી માટે ફાળવેલાં મતદાન મથકો સુધી ઇવીએમ તથા ચુંટણીલક્ષી સાહિત્ય અને ચુંટણીની કામગીરી સાથે સંકળાયેલો સ્ટાફ સલામત રીતે પહોંચી શકે તે માટે બસોની સુવિધા લેવામાં આવશે. આમ જિલ્લામાં આવેલાં ગાંધીનગર, કલોલ અને માણસા તથા દહેગામ ડેપોની બસોનો ઉપયોગ આ કામગીરી અંતર્ગત કરવામાં આવશે. તા.27ની રોજ કર્મચારીઓ તેમજ ચુંટણીલક્ષી સાહિત્ય લઇને ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન મથક સુધી પહોંચી શકે તે પ્રકારે રૂટ મુજબ બસોનું સંચાલન ડેપો તંત્ર દ્વારા કરવામાં આવશે. તે પ્રકારે તા.28ના રોજ સાંજે મતદાન પુર્ણ થયા બાદ બસો મુખ્ય મથક સુધી સામગ્રીને લઇને પરત આવી શકે તે પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર ડેપો દ્વારા આ કામગીરી અંતર્ગત 26 બસોની ફાળવણી કરવામાં આવી છે તો દહેગામ, કલોલ અને માણસા ડેપો દ્વારા પણ જરૂરિયાત મુજબની બસોનો ઉપયોગ કરવામાં આવશે. તો બીજી તરફ ઇવીએમ સહિત ચુંટણી લક્ષી સાહિત્ય સલામત રીતે પહોંચી શકે તે માટે બસોમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આમ ચુંટણીની કામગીરીમાં એસટી બસોની ફાળવણી કરાતાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અવર-જવર કરતી શહેરી સુવિધાનું સંચાલન ખોરવાશે અને મુસાફરોને હેરાન પરેશાન થવું પડશે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application