ગાંધીનગર જિલ્લાનાં ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન બાઈક ઉપર દારૃની હેરાફેરી કરતાં 2 શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી વિદેશી દારૃની 36 બોટલ કબ્જે કરીને કુલ 38 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન જીજે/01/યુએન/9739 નંબરના બાઈકને ઉભી રાખી અને બાઈક પર સવાર શખ્સોના નામ પુછતાં સાબરકાંઠાના ડગલા ગામના સંજયકુમાર બાબુભાઈ ચૌહાણ અને અમદાવાદ ગોમતીપુરના મગન કુંભારની જુની ચાલીમાં રહેતા રાજકુમાર ઉર્ફે રાજન ચંદુભાઈ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. બાઈક ઉપર લગાવેલા થેલામાં તપાસ કરતાં બિયરની 36 બોટલ મળી આવી હતી અને 2 મોબાઈલ તેમજ બાઈક મળી 48 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ શખ્સો દારૂ કયાંથી લાવ્યા હતા અને કયાં લઈ જવાના હતા તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application