Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂની 78 બોટલો સાથે 2 ઈસમો ઝડપાયા

  • March 03, 2021 

ગાંધીનગરના જીલ્લાનાં સેકટર-૩૦ સર્કલ પાસેથી એક કાર પસાર થઈ રહી છે જેમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે ગાંધીનગર એલસીબીની ટીમે, સેકટર-30 સર્કલ પાસે વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમીવાળી કાર ત્યાંથી પસાર થતા પોલીસે કાર રોકી તેમાં સવાર દીપકસિંહ ભેરૃસિંહ રાઠોડ (રહે.ઉદેપુર) તથા પ્રહલાદસિંહ નિર્ભયસિંહ ચૌહાણ (રહે.ઉદેપુર) ઝડપી લીધા હતા.

 

 

 

ત્યારબાદ પોલીસ કારમાં તપાસ કરતાં વિદેશી દારૃની અલગ-અલગ બ્રાન્ડની 78 બોટલ મળી આવી હતી. પોલીસે બંને ઈસમોની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૃનો જથ્થો ઉદેપુરના પ્રતાપનગરમાં રહેતાં મહેન્દ્રસિંહ ભવરસિંહ રાઠોડે ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું અને આ વિદેશીએ દારૂનો જથ્થો અમદાવાદ ખાતે પહોંચાડવાનો હતો. પોલીસે દારૃ અને કાર મળી રૂપિયા 1.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે સેકટર-21માં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News