ગાંધીનગર શહેર સેકટર-8માં એક ચોરીની ઘટના બની છે અને બ્લોક નં.713/5માં રહેતા અને સેક્ટર-15ની સરકારી વિનયન કોલેજમાં આસી.પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં અજયકુમાર બાબુભાઈ વાળંદ તેમનું મકાન બંધ કરીને પરિવાર સાથે કપડવંજના તોરણા ગામે વતનમાં ગયા હતા.
તે સમય દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી બેડરૃમની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.95 લાખની ચોરી કરી હતી. ત્યારબાદ સવારના સમયે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે મકાનનો નકુચો તુટેલી હાલતમાં હતો અને સામાન વેરવિખેર હતો. જેથી ઘરમાં તપાસ કરતાં ચોરી થયાનો અંદાજ આવી ગયો હતો.
મકાનમાં રહેલા સીસીટીવી ફુટેજની તપાસ કરતાં તેમાં એક તસ્કર ઘરમાં પ્રવેશતો જણાયો હતો. જેથી આ બનાવ અંગે સેકટર-7 પોલીસે 1.95 લાખની ચોરીનો ગુનો નોંધીને તસ્કરને શોધી કાઢવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500