Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાયણમાં જુગાર રમાડનાર ઈસમ ઝડપાયો

  • January 05, 2025 

સુરત જિલ્લાનાં ઓલપાડનાં સાયણમાં રસુલાબાદ સોસાયટીમાં જલારામ ફળિયા પાસેની જાહેર જગ્યામાં જિતેન્દ્ર નામનો શખ્સ આંકડાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ પર રેડ કરી હતી. જ્યાંથી પોલીસે મૂળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો વતની અને હાલમાં સાયણ સુગર ફેક્ટરી પાસે રહેતો જિતેન્દ્ર છગન વસાવા (ઉ.વ.૩૪)ને રસ્તે લોકો પાસેથી રૂપિયા લઈ આંકડા લખતો રંગેહાથ પકડી પાડયો હતો.

જોકે પોલીસે તેની પાસેથી ડાયરી સાથે રોકડા રૂ.૬,૪૪૦ તથા રૂ.૫૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૬,૯૪૦નાં મુદ્દામાલ કબ્જે લીધો હતો. જોકે પોલીસે તેની પૂછપરછ કરતા તેણે કહ્યું કે, તે ઈબ્રાહીમ ઉર્ફે ઇભુચાચા ઉર્ફે મામુ (રહે.મસ્જિદ ફળિયું, સાયણ)નો સાગરીત હોવાનું જણાવ્યું છે. આ શખ્સે તેને પૈસા આપવાનું કહી આંકડો લખવા અહીં બેસાડયો છે. જેથી પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી ઈબ્રાહીમ ઉર્ફે ઇભુચાચા ઉર્ફે મામુને વોન્ટેડ જાહેર કરી બંને શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application