ભારતમાં બનેલા કફ સીરપથી થોડા સમય પહેલા ગામ્બિયામાં 66નાં મોત થયા હતા. હવે ગામ્બિયા સરકારે આ મામલે યુ-ટર્ન લીધો છે. તેણે હજી સુધી એ વાતને સમર્થન આપ્યું નથી કે, ભારતીય કફ સીરપનાં લીધે કીડનીને નુકસાન પહોંચવાના લીધે લગભગ 66 બાળકોનાં મોત થયા. ગામ્બિયામાં હેલ્થ ડાયરેક્ટર મુસ્તફા બિટ્ટાયે બધા બાળકોનાં મોતનું કારણ આપતા જણાવ્યું હતું કે, તેમના મોત કીડનીની ગંભીર તકલીફોનાં લીધે થયા છે. સૂત્રોનું કહેવું છે કે, ભારતે પોતાના દેશમાં આ પ્રકારના કફ સીરપની મંજૂરી આપવા માટે ગામ્બિયાનાં સ્ક્રીનિંગ અને ઓડિટ માપદંડો પર સવાલ ઉઠાવ્યો છે.
ભારત સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, ગામ્બિયાની સ્ક્રીનિંગ અને ઓડિટ માપદંડો પર સવાલ ઉઠાવ્યો છે. ભારત સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, જે 66 બાળકોનાં મોત થયા તેના પોસ્ટમોર્ટમ પરથી ખબર પડે છે કે, તેમને ઇ-કોલાઈ અને ડાયેરિયા હતો, તો પછી તેમને કફ સીરપ કેમ આપવામાં આવતો હતો.
હુના પ્રમુખ ડો.ટ્રેડોસે જણાવ્યું હતું કે, ગામ્બિયામાં 66નાં મોત ભારતમાં મેડન ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવવામાં આવેલા કફના લીધે થયા હતા. હુએ ગયા મહિને મેડિકલ એલર્ટ જારી કરી સોનીપતમાં મેડેન ફાર્માસ્યુટિકલના ચાર ઉત્પાદનો પ્રોમેથાજિન ઓરલ સોલ્યુશન, કોફેક્સમાલિન બેબી કફ સીરપ, મેકોફ બેબી કફ સીરપ અને મેગ્રીપ એન કોલ્ડ સીરપને અત્યંત ખરાબ મેડિકલ પ્રોડક્ટ બનાવી હતી. ભારતે પણ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા તપાસ સમિતિ રચી હતી. તપાસ અહેવાલ આવ્યો ત્યાં સુધી કંપનીનું પ્રોડકશન બંધ કરી દેવાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500